ઈશ્વરની કરામત છે?

કંધમાલ એ ઓડીસા રાજ્યનો એક પછાત જિલ્લો છે. પણ ત્યાં ખ્રિસ્તીઓ સામેની સતામણીથી આજે ‘કંધમાલ’ એક વિશ્વવિખ્યાત નામ બની ગયું છે! કંધમાલમાં સ્વામી લક્ષ્મનાનંદ સરસ્વતીએ આદિવાસી ખ્રિસ્તીઓને ‘ઘર વાપસી’ના કાર્યક્રમો હેઠળ ખૂબ વિખવાદો સર્જ્યા હતા અને સ્વામી અનેક કોર્ટ કેસોમાં ફસાયા હતા. કંધમાલના લોકો કહે છે કે, કેટલાક કેસોમાં સ્વામીના વિરુદ્ધમાં ચુકાદો આવવાની શક્યતા હતી. ત્યાં સ્વામીની હત્યા થઈ.

મારા એક પત્રકાર મિત્ર અન્તોન અક્કરાએ કંધમાલની ૨૫ વખત મુલાકાતો લઈને દેશવિદેશનાં છાપાં સામયિકોમાં અસખ્ય લેખો અને અહેવાલો લખ્યા છે. તેમણે એક નિષ્ણાતપત્રકાર તરીકે કંધમાલના લોકો વચ્ચે ખૂબ સંશોધન કરીને ત્રણેય પુસ્તકો પણ લખ્યાં છે. મારી પાસે એમનાંત્રણેય પુસ્તકો છે. એમાં છેલ્લા પુસ્તકનું નામ છે: “કોણે સ્વામી લક્ષ્મનાનંદને મારી નાખ્યા?” (Who Killed Swami Laxmananda?) પ્રથમવાર ૨૦૧૬ મેંમાં પ્રકાશિત થયેલા એ પ્રસ્તુત પુસ્તકની ડીસેમ્બર ૨૦૧૭ સુધીમાં ચાર આવૃત્તિ થઈ છે.

અહી મારે આ ત્રણ પુસ્તકોની વાત નહી પણ કંધમાલના ખ્રિસ્તીઓ સામેની સતામણીના એક ચોક્કસ પ્રસંગનું વર્ણન કરવું છે. કંધમાલના મારા એક મિત્ર ફાધર કાસ્સિયન પરિચ્ચા ઓડીસા અને ઇન્ડિયા કક્ષાએ પણ જાણીતા લેખક-પત્રકાર છે. એમણે કોલકતાથી નીકળતા એક અઠવાડિક સામયિક ધ હેરાલ્ડ, જુલાઈ ૬, ૨૦૧૮માં કંધમાલ વિશે એક લેખ કર્યો છે. એમાં ખ્રિસ્તીઓ સામેની “સતામણીના દસ વર્ષ પછીનું કંધમાલ” શીર્ષક હેઠળકરેલ એક વાત અહી વર્ણવું છું.

ફાધર કાસ્સિયન પરિચ્ચાએ ૨૦૧૮ મેમાં પોતાના વતન ઓડીસાના રાઇકિયા (Rakia) માં રજા માટે ગયા હતા. રાઇકિયાના મસમોટા દેવળમાં ફાધર પરિચ્ચાને ૧૯૬૫માં દીક્ષા મળી હતી. બે પંખવાળા એ વિશાળ દેવળ પર સ્વામી લક્ષ્મનાનંદ સરસ્વતી દ્વારા ઉશ્કેરાયેલ એક ટોળાએ ૨૦૦૪માં હુમલો કર્યો હતો. સોએક માણસોના એ ટોળામાં બે પોલીસ કોન્સ્ટેબલ પણ હતા! એ તોફાની ટોળું ગેટ ખોલીને અંદર પ્રવેસ્યુ. સૌ પ્રથમ ટોળકીના માણસોએ દેવળ બહાર ગ્રોટોમાંની માતા મરિયમની મૂર્તિ તોડી નાખી. પછી દેવળમાં પ્રવેશીને લુંટફાટ કરી આતંકવાદી ટોળકીએ બાઈબલ અને પ્રાર્થનાનાં અને ગીતોનાં પુસ્તકો, સંગીતના સાધનો તેમ જ અન્ય વસ્તુઓની હોળી કરવાની મજા માણી.

એવામાં બે યુવાનોએ વેદી પર ચઢી જઈને ‘પરમપ્રસાદ’ની પેટી ઉથલાવીને નીચે નાખી અને એમાં પર પેશાબ કર્યો. એક ત્રીજા યુવાને દિવાલ પર લટકેલા પ્રભુ ઈસુના મોટા કલામય ચિત્રના માથા પર પથ્થર ફરી ઉછળ્યો અને બરાબર પત્થર ફેકનાર યુવાનના માથા પર વાગ્યો. લોહી લુહાણ થયેલો યુવાન લથડીને પડી ગયો. લોકો ડરી ગયા. લોહીલુહાણ થયેલા યુવાનને દવાખાને લઇ જવા સાથે બધા દેવળમાંથી ભાગી ગયા.

‘પરમપ્રસાદ’ની પેટી પર પેશાબ કરનાર બે યુવાનના ગુપ્તાંગો પર બળતરાની થયેલી પીડાથી સરકારી દવાખાનામાં લઈ ગયા. વિચિત્ર લાગતી બળતરા માટે ડોકટરો કઈ કરી શક્યા નથી. એટલે તેઓએ બને યુવાનોની પાસે ૧૪૫ કિલોમીટર દૂર બેરહામપુર ખાતે આવેલી મેડીકલ કોલેજના ડોક્ટરોએ પણ નિદાન કરી સારવાર કરવાની પોતાની અશ્રમતા બતાવી! રાઈકિયા ખાતેના દેવળથી દસ કિલોમીટર દૂર આવેલા પોતાના ગામ લૂહુરિગ્યામાં પાછા આવતાં બને યુવાનોનું મૃત્યુ થયું.

ફાધર કાસ્સિયન પરિચ્ચાએ લખ્યું છે, “આ બધી કલ્પિત વાતો નથી પણ ખરી વાસ્તવિક હકીકતો છે. આવી ઘણી ઘટનાઓ બની છે. ખૂબ કરુણામય અને દયાળુ ઈશ્વર સર્વોચ્ચ પ્રભુ અને અટલ ન્યાયાધીશ પણ છે, તે બધા લોકોએ જાણવું જોઈએ.”

આજકાલ દેશભરમાં  ખ્રિસ્તીઓની નાનીમોટી સતામણીથતી રહે છે. જાન્યુઆરીથી જૂન ૨૦૧૮ સુધીના છ મહીનામાં એક ખ્રિસ્તી સંસ્થાએ સતામણીના ૫૦૦થી ઉપર કિસ્સાઓ નોધ્યા છે. છેલ્લા થોડાં વર્ષામાં ખ્રિસ્તીઓ વિરોધી સતામણી ખૂબ વધી છે. આ સદર્ભમાં યુ.એસ.એ.ના ભૂતપૂર્વ પ્રમુખ ઓબામાએ ૨૭ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ નવી દિલ્હીના સિટી ફોર્ટથી કરેલી વાત મને યાદ આવે છે. તેમણે ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતીઓ સામેની સતામણીનો ઉલ્લેખ કર્યા વિના ઇન્ડિયાના ધાર્મિક, સાંસ્કૃતિક, ભાષાકીય અને પ્રાંતીય વૈવિધ્યની કદર કરીને અહીના બધા લોકોને સંપસુમેળથી, સહિશ્રુતાથી વિકાસના પથે આગેકૂચ કરવાનું આહવાન આપ્યું હતું. અમેરિકાના અને ઇન્ડિયાના બંધારણની ચોક્કસ કલમને આધારે આપના પ્રજાતંત્ર હેઠળના લોકોને આપણી વિવિધતાનો વિખવાદ કર્યા વિના સૌ સાથે આપણું વૈવિધ્ય ઉજવવા અને વિકાસને પંથે આગળ વધવાની વાત કરી હતી. એમણે કહ્યું કે, આપને બધા એક જ ઈશ્વરના સંતાનો છીએ… આપણે એક જ ઉદ્યાનના વિવિધ રંગી ફુલો છીએ… એક જ જાડની ભિન્ન ભિન્ન શાખાઓ છીએ… આપણે બધા એકબીજાનાં ભાઈ-બહેનો છીએ.

આપણા પવિત્ર બંધારણના સિદ્ધાંતોને નેવે મુકીને ખ્રિસ્તીઓ લઘુમતીઓની સતામણી કરનાર લોકો બે બાબતો ખાસ જાણે તો સારું. એક, એક, યા બીજું બહાનું લઈને ખ્રિસ્તીઓ ઉપર અત્યાચાર ગુજારનાર અને તેમની સતામણી કરનાર લોકોથી ખ્રિસ્તીઓ ખૂબ ચિંતાગ્રસ્ત છે; કારણ, તેમને અત્યાચારોનો ભોગ બનવું પડે છે. પરંતુ તેઓ સતામણીથી ડરતા નથી; સતામણીથી ભાગી જતા નથી. તેઓ બરાબર જાણે છે કે સત્ય તેમના પક્ષમાં છે. ઈશ્વર તેમની મદદમાં છે. પોતાની શ્રધામાં મક્ક્મ  રહેવા સાથે તેઓ પોતાનો જીવ આપવા પણ તૈયાર છે. સતામણીનો ભોગ બનતા ખ્રિસ્તીઓ સંત પાઉલ સાથે બોલી શકે છે કે, “મારે મન તો જીવવું એટલે ખ્રિસ્ત અને મરવું એટલે લાભ” (ફીલીપ્પી ૧:૨૧).

બે, ધર્મપલટો કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવનાર અને ખ્રિસ્તી ધર્મ વિષે અને ખાસ તો એના બચાવમાં ઘણું લખાણ કરનાર તેરતુલ્ય્ન (૧૬૦-૨૨૫)ની વાત ખૂબ જાણીતી છે. ‘ધર્માંચાર્ય’ તરીકે ઓળખાતા તેરતુલ્ય્ને કહ્યું કે, “તમે અમને જયારે જયારે કાપી નાખો ત્યારે ત્યારે અમારી સંખ્યા વધતી રહે છે.” આજ વાત બાઈબલના પંડિત સંત જેરોમે વધારે ચોટદાર રીતે કરી છે. તેમના શબ્દો છે: “શહીદોનું લોહી ધર્મસભાનું બીજ છે.” (The blood of the martyrs is the seed of the Church) કંધમાલની ખ્રિસ્તી ધર્મસભા આનો ઉત્તમ ઉદાહરણ છે.

સૌ લોકો જાણે છે કે, સ્વામી લક્ષ્મનાનંદ સરસ્વતીની ૨૦૦૮માં થયેલી હત્યા પછી એમનો મૃતદેહ આખા કંધમાલ જીલ્લામાં ફેરવવામાં આવ્યો હતો અને એના અનુસંધાનમાં વ્યવસ્થિત રીતે ઠેર ઠેર ખ્રિસ્તીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એમાં સોએક ખ્રિસ્તીઓની ક્રૂર રીતે મારી નાખવામાં પણ આવ્યા હતા. ખ્રિસ્તીઓએ એ સતામણીમાં આપેલા ભોગથી આજે ફાધર કાસ્સિયન પરિચ્ચાએ કહ્યું છે તેમ ત્યાંના ખ્રિસ્તીઓ ઘણીબધી રીતે વધારે સદ્ધર બન્યા છે. સતામણીનો ભોગ બનેલા ખ્રિસ્તીઓને પોતાની ધાર્મિક શ્રદ્ધામાં વધારે મક્કમ બનેલા જોઇને સતામણી કરનાર લોકોમાંથી કેટલાક લોકો ધર્મપલટો કરી ખ્રિસ્તી બન્યા છે!

છેલ્લે ફરી એક વાર સંત પાઉલની વાત ટાંકીને આ નિબંધ પૂરો કરુ છું. કરીથ ધર્મસંધની કથળાયેલી પરીસ્થિતિથી અકળાઈ જઈને પાઉલ લખે છે: “ચારે બાજુથી ભીંસ આવવા છતાં અમે અંતરાઈ નથી જતા, પીછો પકડવા છતાં અમે એકલા નથી પડી જતા, પછડાયા છતાં અમે જાનથી મરતા નથી. અમે રોજ રોજ અમારા દેહમાં ઈસુની મૃત્યુવેદના વહન કરીએ છીએ. જેથી ઈસુનું જીવન અમારા દેહમાં પ્રગટ થાય” (૨ કરીથ ૪: ૮-૧૦).

#

Changed On: 01-08-2018

Next Change: 16-08-2018

Copyright Fr. Varghese Paul, SJ – 2018